________________
૧પ૮
અધ્યાય : ૫-સૂત્ર-૩૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર
કાલઃ ચ ઇતિ એકે પ-૩૮ સૂત્રાર્થ-કાલ એ પણ દ્રવ્ય છે. એમ કેટલાક આચાર્યો માને છે. પ-૩૮.
ભાવાર્થ-ગુણ અને પર્યાયવાળો જે પદાર્થ, અર્થાત્ તે બન્નેના આધારભૂત જે પદાર્થ તે જ દ્રવ્ય કહેવાય છે. આવું દ્રવ્યનું લક્ષણ ૩૭મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. તે લક્ષણ ધર્મઅધર્મ-આકાશ-જીવ અને પુદ્ગલ એમ પાંચ દ્રવ્યમાં લાગુ પડે છે. પરંતુ કાળ દ્રવ્યમાં આ લક્ષણ લાગુ પડતું નથી માટે કાલ નામનું દ્રવ્ય નથી. તેથી ગ્રંથકાર શ્રી જણાવે છે કે કાલ એ પણ દ્રવ્ય છે એમ બીજા કેટલાક આચાર્યો માને છે. શાસ્ત્રોમાં છ દ્રવ્યો કહ્યાં છે તે સંખ્યાની પૂર્તિ અર્થે અન્ય આચાર્યો કાલને પણ દ્રવ્ય માને છે. વાસ્તવિકપણે જીવ અને અજીવના વર્તના આદિ જે પર્યાયો છે તે કાલ છે. જેમ કે જીવનું “મનુષ્યપણે વર્તવું” તે વર્તનને કાલ કહેવાય છે. તે વર્તનાને માપવા માટે સૂર્ય-ચંદ્રની ગતિજન્ય રાત્રિ-દિવસ એ સાધન માત્ર છે. જીવઅજીવના પર્યાય સ્વરૂપ કાલમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવે છે. તેથી કાલ એ ઉપચરિત દ્રવ્ય છે. પારમાર્થિક સ્વતંત્ર દ્રવ્ય નથી. આવો ગ્રંથકારશ્રીનો અભિપ્રાય છે. આ સૂટ-રચના શ્વેતામ્બર આમ્નાયતા સિદ્ધ કરે છે. પ-૩૮.
સોગનન્તસમય: સોનત્તસમય:
૫-૩૯ ૫-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org