________________
૧૪૮ અધ્યાય : પ-સૂત્ર-૨૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જે જે સ્કંધો બને છે. તે તે પ્રદેશના મીલનથી પણ થાય છે. અને પ્રદેશોના છુટા પડવાથી પણ થાય છે બે પરમાણુઓ ભેગા થઈને જે કયણુક બને તે સંઘાતથી સ્કંધ બન્યો કહેવાય. અને મોટા સ્કંધો વિખરાઈને જે નાના નાના સ્કંધો બને તે ભેદથી સ્કંધો બન્યા કહેવાય. જેમ કે અનેક સ્પેરપાર્ટી જોડવાથી ગાડી બને તે સંઘાત. હાથમાંથી કાચનો ગ્લાસ પડી જવાથી કાચના નાના નાના ટુકડા થાય તે ભેદ. અને મૂલસૂત્રમાં બહુવચન હોવાથી સંઘાત-ભેદ બન્ને સાથે પણ હોય, જેમ કે એક ટેબલ બનાવ્યું તેમાં સ્પેરપાર્ટ જોડ્યા તે સંઘાત અને લાકડુ છોલીને કે કાપીને જુદું પાડ્યું તે ભેદ. એમ ઉભયક્રિયા પણ હોય છે. એટલે (૧) સંઘાતથી, (૨) ભેદથી, અને (૩) સંઘાત-ભેદ એમ ઉભયથી આ રીતે ત્રણ પ્રકારે સ્કંધો બને છે. એમ ત્રિવિધતા જણાવવા માટે મૂલસૂત્રમાં બહુવચન છે. પરંતુ અણુઓ તો હંમેશાં મોટા સ્કંધમાંથી વિખેરાવાથી જ બને છે. જોડાવાથી બનતા નથી. કારણ કે અણુથી નાના અણુ નથી કે જેના જોડાવાથી પરમાણુ બને. નૈયાયિક-વૈશેષિકો કેવળ સંઘાતથી જ સ્કંધની ઉત્પત્તિ માને છે. તે બરાબર નથી. પ-૨૬, ૨૭.
મેવાંધાતામ્યાં સાક્ષષા પ-૨૮ ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષાઃ ૫-૨૮ ભેદ - સંઘાતાવ્યાં ચાક્ષુષાઃ પ-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org