________________
૧૫૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૨-૩૩ સાથે પરસ્પર જે જોડાય છે તેને બંધ કહેવાય છે. જેમ કે રોટલીનો લોટ કે પુરીનો લોટ પિંડરૂપે જે બને છે તેને બંધ કહેવાય છે. તે બંધ થવામાં સ્નિગ્ધતા અને રુક્ષતા કારણ છે. પુદ્ગલોમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે તેઓનો પરસ્પર સંબંધ થાય છે. અને સ્કંધો બને છે. આ સ્નિગ્ધતા અને રુક્ષતા દરેક યુગલ પરમાણુઓમાં ઓછી-વધતી હોય છે. અર્થાત્ હીનાધિકપણે તરતમતાવાળી હોય છે. જેમકે (૧) પાણી, (૨) બકરીનું દૂધ, અને (૩) ભેંસનું દૂધ અધિક અધિક સ્નિગ્ધતાવાળું છે. એવી જ રીતે ધૂળ-ફોતરાં અને રેતીમાં અધિક અધિક રુક્ષતા હોય છે. આ પ્રમાણે સર્વ પુદ્ગલોમાં જાણવું.
ઓછામાં ઓછી સ્નિગ્ધતાને જઘન્યસ્નિગ્ધતા કહેવાય છે. અર્થાત્ એકગુણ-સ્નિગ્ધતા પણ કહેવાય છે. એવી જ રીતે ઓછામાં ઓછી રુક્ષતાને જઘન્યરુક્ષતા કહેવાય છે. અર્થાત્ એકગુણરુક્ષતા કહેવાય છે. આવા પ્રકારની જઘન્ય સ્નિગ્ધતા અને જઘન્યરુક્ષતા ગુણવાળાં પુગલોનો કોઈ પણ પુગલો સાથે બંધ થતો નથી. કારણ કે બંધ થવામાં જેટલી સ્નિગ્ધતા અને જેટલી રુક્ષતા જોઈએ તેટલી તેમાં નથી. માટે જઘન્ય સ્નિગ્ધતા અને જઘન્યરુક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો કોઇની પણ સાથે બંધ થતો નથી. પરંતુ અધિક સ્નિગ્ધતા અને અધિક રુક્ષતાવાળા પુદ્ગલોનો જ પરસ્પર બંધ થાય છે. પ-૩૨, ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org