________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૧ ૧૫૧ કુટસ્થ નિત્ય માને છે. પરંતુ જગતુ પરિવર્તનશીલ પણ છે જ. માટે તેઓની તે માન્યતાની સામે જૈનદર્શનકાર નિત્યની વ્યાખ્યા સમજાવે છે કે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય, આ ત્રણે ધર્મથી યુક્ત જે પદાર્થ હોય છે તે સત્ કહેવાય છે. અને આવા પ્રકારનો સપણાનો ભાવ જેમાં છે એટલે કે સત્ પણાના ભાવથી જે વ્યુત થતું નથી, વ્યય પામતું નથી તે જ નિત્ય કહેવાય છે. પૂર્વપર્યાયથી વ્યય, ઉત્તરપર્યાયથી ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય આ ત્રણે ગુણવત્તાવાળું સત્પણું જેમાં છે તે નિત્ય કહેવાય છે. એમ સમજવું પરંતુ ઉત્પત્તિ અને વિનાશ વિનાનું સર્વથા સ્થિર=એક રૂપવાળું જે હોય તે નિત્ય કહેવાય છે. એમ ન સમજવું. ૫-૩૦.
મર્પિતાની સિદ્ધિ પ-૩૧ અર્પિતાનર્પિતસિદ્ધઃ ૫-૩૧ અર્પિત-અનર્પિત-સિદ્ધઃ પ-૩૧
સૂત્રાર્થપ્રધાનતા અને ગૌણતાની વિવક્ષાથી ઉત્પાદાદિ ત્રણે ધર્મોની સિદ્ધિ થાય છે. પ-૩૧.
ભાવાર્થ-ઉત્પત્તિ અને વ્યય એ પરિવર્તનાત્મક છે. અને ધ્રૌવ્ય એ સ્થિરતાત્મક છે. એટલે બન્ને પરસ્પર વિરોધી ધર્મો છે. તથા ઉત્પાદ અને વ્યય પણ પરસ્પર વિરોધી ધર્મો છે. તેથી એક જ દ્રવ્યમાં પ્રતિસમયે વિરોધી એવા આ ત્રણ ધર્મો કેમ ઘટી શકે ? તેનો ઉત્તર આ સૂત્રમાં છે કે જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org