________________
૧૫૦
અધ્યાય : પ-સૂત્ર-૩૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર કે આ જીવદ્રવ્ય દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકી આદિ પર્યાયો ભલે પામે. પરંતુ તેમાં રહેલું જીવદ્રવ્ય કદાપિ ઉત્પન્ન થયું પણ નથી અને કદાપિ નાશ પામનાર પણ નથી. અનાદિ-અનંત-ધ્રુવ છે. છતાં તે કુટસ્થ નિત્ય નથી. અર્થાત્ એકાન્ત નિત્ય નથી. કારણ કે નવા નવા પર્યાયો પામે જ છે. જુના પર્યાયોને ત્યજે જ છે. જેમ કે એક બાલક બાલ્ય ભાવને ત્યજીને યુવાભાવને પામે છે. યુવાભાવને ત્યજીને વૃદ્ધભાવને પામે છે. સોનાનો એક હાર ભંગાવી કુંડલ બનાવતાં તે સુવર્ણ હારભાવને ત્યજે છે અને કુંડલભાવે ઉત્પન્ન થાય છે. છતાં સુવર્ણ પણે ધ્રુવ પણ રહે છે. આ પ્રમાણે પ્રતિસમયે પ્રત્યેક દ્રવ્યોમાં જુના પર્યાયરૂપે નાશ, નવા પર્યાયરૂપે ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય વર્તે છે. જે આવા ત્રણ ધર્મયુક્ત હોય છે તે જ સત્ છે. અને જે સત્ છે તે ઉપરોક્ત ત્રણે ધર્મોથી અવશ્ય યુક્ત જ હોય છે. એકાન્ત એકલું નિત્ય કે એકાન્ત એકલું અનિત્ય કોઈ જ દ્રવ્ય નથી. ૫-૨૯.
तद्भावाव्ययं नित्यम् ५-30 તભાવાવ્યયં નિત્યમ્ પ-૩૦ તભાવ-અવ્યય નિત્યમ્ પ-૩૦
સૂત્રાર્થ-તેવા સત્ ભાવથી યુક્ત જે છે તે નિત્ય છે. પ-૩૦.
ભાવાર્થ- ન્યાય-વૈશેષિક અને સાંખ્યાદિ અન્ય દર્શનકારો આત્મા આદિ પદાર્થોને એકાન્ત નિત્ય, એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org