________________
૧૫૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૫-સૂત્ર-૩૪-૩૫ गुणसाम्ये सदृशानाम् ગુણસાગ્યે સદેશાનામ્. ગુણ-સામે સદશાનામ્
૫-૩૪ ૫-૩૪ ૫-૩૪
િિાવિાઈIનાં તુ પ-૩૫
ત્યધિકાદિગુણાનાં તુ પ-૩૫ | દ્વિ-અધિક-આદિ-ગુણાનાં તુ પ-૩૫
સૂત્રાર્થ - સમાન ગુણ હોતે છતે સદેશ પુદ્ગલોનો બંધ થતો નથી પરંતુ સદશપુદ્ગલોમાં બે અધિક આદિમાં બંધ થાય છે. પ-૩૪-૩૫.
ભાવાર્થ- સ્નિગ્ધતા ગુણ કે રુક્ષતા ગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ યુગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલો જો સામે આવે તો તે બન્ને સમાન સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલોનો સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે બંધ થતો નથી. એવી જ રીતે રુક્ષપુદ્ગલોનો સમાન રુક્ષતાવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલોની સાથે ગુણની સામ્યતા હોવા છતાં પણ સદશપુદ્ગલો ન હોવાથી અર્થાત્ વિજાતીય હોવાથી બંધ થાય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org