________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૬-૨૭ ૧૪૭
સૂત્રાર્થ-અણુઓ અને સ્કલ્પો એમ પુદ્ગલદ્રવ્યના બે ભેદ છે. પ-૨૫.
ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના મુખ્યત્વે બે ભેદ છે. અણુ અને અંધ. છેલ્લામાં છેલ્લો જે નિરંશ એવો અંશ. છેલ્લો અણુ, કે જેના બે ટુકડા જ ન થાય તે પરમાણુ કહેવાય છે. બાકીના સર્વે ચણક- aણુક-ચતુરણુક ઈત્યાદિ સ્કંધો કહેવાય છે. ઘણા પ્રદેશોનો પિંડ તે અંધ કહેવાય છે. પરમાણુ સિવાયના બાકીના શેષ સર્વે નાના-મોટા સ્કંધો જાણવા. નવતત્ત્વાદિ પ્રાકરણિક ગ્રંથોમાં સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એમ જે ચાર ભેદ આવે છે. તેમાં દેશ તથા પ્રદેશ નામના જે બે ભેદો છે તે માત્ર અપેક્ષાકૃત છે. વાસ્તવિક નથી. સ્કંધની સાથે રહેલો સવિભાજ્ય ભાગ તે દેશ અને નિર્વિભાજ્ય ભાગ તે પ્રદેશ કહેવાય છે. પ-૨૫.
સંધાતમ્યઃ ૩ત્પન્ને. પ-૨૬ સંઘાતભેદેભ્યઃ ઉત્પધત્તે ૫-૨૬ સંઘાત-ભેદેભ્યઃ ઉત્પદ્યન્ત પ-૨૬
ભદાદણઃ પ-૨૭
ભેદા અણુઃ પ-૨૭ સૂત્રાર્થ-પુગલોના સ્કંધો સંઘાત, ભેદ, તથા સંઘાત અને ભેદથી થાય છે. પરંતુ અણુઓ તો માત્ર ભેદથી જ થાય છે. પ-ર૬, ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org