SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અધ્યાય : ૫-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ પુદ્ગલમાં જ હોય છે. અને તે અનેક પ્રકારના હોય છે. તુટવું, ભાંગવું, ચિરા થવા, વિખેરાઈ જવું આ પણ પુલમાં જ બને છે. તે ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ એમ પાંચ પ્રકારે છે. અંધકાર- અંધારું એ પણ કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલો જ છે. " પરંતુ તેજના અભાવ માત્ર રૂપ આ અંધકાર નથી. છાયા - પડછાયો-પ્રતિબિંબ-ફોટો એ પણ પુદ્ગલદ્રવ્ય જ છે. આતપ - સૂર્યનો પ્રકાશ. તેજ-તડકો એ પણ પુદ્ગલનો ધર્મ છે. ઉદ્યોત - ચંદ્રનો પ્રકાશ. ચાંદની કે જે આલ્હાદજનક અને શીતળ છે. એ પણ પુદ્ગલપરિણામ છે. ઉપરોક્ત સર્વે ભાવો પુદ્ગલદ્રવ્યના જ છે. પુદ્ગલદ્રવ્ય જ તે તે ભાવે પરિણામ પામે છે. ત્રેવીસમા સૂત્રમાં કહેલા સ્પર્ધાદિ ગુણો પરમાણુઓમાં અને કંધોમાં એમ બન્નેમાં હોય છે. અને સદા સ્વતઃ જ હોય છે. એટલે પારિણામિક ભાવવાળા છે. જ્યારે ચોવીસમા સૂત્રમાં કહેલા શબ્દાદિ ભાવો સ્કંધોમાં જ હોય છે. અનિયતકાળે હોય છે. અને અનેક નિમિત્તોથી બને છે, માટે નૈમિત્તિકભાવવાળા છે. પ-૨૪. માવ: ન્યાશ ૫-૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ પ-૨૫ અણવઃ સ્કન્ધાઃ ચ પ-૨પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy