SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૪ શબ્દ- ભાષારૂપે બોલાતાં પુગલો. વાજીંત્રનો અવાજ, ગર્જારવ ઈત્યાદિ પુદ્ગલનો ધર્મ છે. પરંતુ કેટલાક આકાશનો ગુણ માને છે. તે બરાબર નથી. તે શબ્દ તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા એમ છ પ્રકારે હોય છે. બંધ - પરસ્પર ચોંટી જવું, જોડાવું, બંધાઈ જવું, એકમેક થઈને પિંડરૂપે બનવું. જેમ કે રોટલીનો બાંધેલો લોટ, લાડવો. ઈત્યાદિ. પ્રયોગજન્ય, વિશ્રસા અને મિશ્ર એમ આ બંધ ત્રણ પ્રકારે છે. સૌમ્ય - સૂક્ષ્મપણું-નાનાપણું - એ પણ પુદ્ગલધર્મ છે. જેમ કે માટલી કરતાં ઘટ નાનો, ઘટ કરતાં લોટો નાનો, લોટા કરતાં ગ્લાસ, ગ્લાસ કરતાં બોર અને બોર કરતાં રજકણ નાનો છે. આ નાનાપણું પુદ્ગલનો ધર્મ છે. આ સૂક્ષ્મતા અન્ય અને અપેક્ષિત એમ બે પ્રકારની છે. અન્યસૂક્ષ્મતા પરમાણમાં અને આપેક્ષિકસૂક્ષ્મતા ચણકાદિમાં હોય છે. સ્થૌલ્ય -મોટાપણું એ પણ પુગલનો ધર્મ છે. ઉપરનું જ દૃષ્ટાન્ત ઉલટી રીતે જોડવાથી મોટાપણું સમજાય છે. આવી સૂક્ષ્મતા અને સ્થૂલતા પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. સ્થૂલતા પણ ઉપર મુજબ અન્ય અને આપેક્ષિક એમ બે પ્રકારની છે. સંસ્થાન- આકાર- ગોળ-ત્રિકોણ -ચતુષ્કોણ ઈત્યાદિ આકારો ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy