________________
-
-
૧૪૪ અધ્યાય : ૫-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જળમાં રૂપ, રસ અને સ્પર્શ એમ ૩ અને પૃથ્વીમાં રૂપાદિ ૪, ગુણો માને છે તે બરાબર નથી. પ-૨૩.
શબ્દ-વન્ધ-સૌરાસ્થૌસંસ્થાનभेदतमश्छायातपोद्योतवन्तश्च પ-૨૪ શબ્દબંધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનભેદતમછાયાતપોદ્યોતવન્તશ્ય
૫-૨૪ શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાનભેદ-તમઃ-છાયા-આતપ-ઉદ્યોતવન્ત:ચ ૫-૨૪
સૂત્રાર્થ- શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદઅંધકાર-છાયા-આતપ અને ઉદ્યોતધર્મવાળાં પણ પુગલો જ હોય છે. પ-૨૪.
ભાવાર્થ-પગલાસ્તિકાય દ્રવ્ય શબ્દાદિ પરિણામવાળું છે. જે શબ્દ, બંધ, સૂક્ષ્મતા અને સ્કૂલતા વગેરે પરિણામો દેખાય છે તે પરિણામો પુદ્ગલદ્રવ્યમાં જ હોય છે. પુદ્ગલદ્રવ્ય જ તે તે ભાવે પરિણામ પામે છે. આ વૈભાવિક લક્ષણ છે કારણ કે કોઈક પુદ્ગલસ્કંધો શબ્દરૂપે, કોઈક પુદ્ગલસ્કંધો સૂક્ષ્મરૂપે, અને કોઈક પુગલસ્કંધો સ્થૂલરૂપે પરિણામ પામે છે. અને તે પણ અમુક કાલ સુધી જ તે રૂપે હોય છે. સદા તે રૂપે હોતા નથી. આ રીતે સર્વપુદ્ગલ દ્રવ્યોમાં વ્યાપ્ત ન હોવાથી અને સર્વકાલવર્તી ન હોવાથી આ વૈભાવિક લક્ષણ છે. ૨૩મા સૂત્રમાં સ્વાભાવિક લક્ષણ છે. અને ૨૪મા સૂત્રમાં વૈભાવિક લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org