________________
૧૪૨ અધ્યાય : ૫-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર નથી. કાલ એ તો જીવ, પુદ્ગલોના પર્યાયરૂપ છે. દ્રવ્યો તો માત્ર પાંચ જ છે. પરંતુ બીજા કેટલાક આચાર્યો કાલને પણ દ્રવ્ય માને છે. જે આગળ આડત્રીસમા સૂત્રમાં કહેવામાં આવશે. તેથી ઔપચારિક એવા કાલદ્રવ્યનો પણ ઉપકાર આ પ્રસંગે સમજાવે છે. વર્તના-પરિણામ-ક્રિયા ઈત્યાદિ ભાવોમાં ઔપચારિક કાલદ્રવ્યની ઉપકારકતા છે.
વર્તન-વર્તવું. કોઈ પણ દ્રવ્ય વિવક્ષિત પર્યાયમાં વર્તે છે. એમ જે કહેવાય છે. તે કાલની સહાયકતા છે. જેમ કે
અમે મનુષ્ય છીએ” એટલે કે “મનુષ્યપણાની વર્તના” એ કાલથી જ મપાય છે. “હું સામાયિકમાં છું.” સમતાભાવનો પર્યાય એ પણ ૪૮ મીનીટમાં કાલથી જ મપાય છે. આ રીતે કોઇપણ પર્યાયમાં વર્તવા સ્વરૂપ વર્તના બતાવવી એ કાલદ્રવ્યની ઉપકારકતા જાણવી.
પરિણામ-પર્યાય, પરિવર્તન, દરેક દ્રવ્યોનાં પરિવર્તનો થવામાં પણ કાલ એ ઉપકારક છે. ઠંડી શીયાળામાં જ પડે, ગરમી ઉનાળામાં જ પડે, આંબા ગરમીમાં જ પાકે, વરસાદ ચોમાસામાં જ આવે. આ બધા જગતના ભાવોના પરિવર્તન સ્વરૂપ પરિણામોમાં કાલદ્રવ્યનો ઉપકાર છે.
ક્રિયા-ગમનાગમનાદિ કોઈપણ ક્રિયા કરવામાં જેટલો સમય જાય છે. તે કાલની સહાયતા છે.
પરવાપરત્વ-નાના-મોટાપણું એ પણ કાલની અપેક્ષાએ કહેવાય છે. પંદર વર્ષની ઉંમરવાળા કરતાં ૨૦ વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org