________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૨૧-૨૨ ૧૪૧
પરસ્પરોપગ્રહો નીવાનામ્ પ-૨૧ પરસ્પરોપગ્રહો જીવાનામ્ પ-૨૧ પરસ્પર-ઉપગ્રહ: જીવાનામ્ પ-૨૧
સૂત્રાર્થ-એક જીવને બીજા જીવો પરસ્પર ઉપગ્રહ (દુઃખ-સુખમાં નિમિત્તભૂત) થનાર છે. પ-૨૧.
ભાવાર્થ-જીવો એક-બીજાને પરસ્પર ઉપકારક-સહાયક છે. પિતા પોતે પુત્રાદિ પરિવારનું પાલન-પોષણ કરવા રૂપે ઉપકારક છે. અને પુત્રાદિ પરિવાર પિતાદિનું વિનયપૂર્વક સેવા-ભક્તિ કામકાજ કરવા દ્વારા ઉપકાર કરે છે. શેઠ પોતે સેવકોને પગાર આપવા દ્વારા ઉપકાર કરે છે. અને સેવકો શેઠનું કામકાજ કરવા દ્વારા ઉપકાર કરે છે. આ જ રીતે મિત્રમંડલીમાં, ગુરુશિષ્યમાં, સગાંસ્નેહીઓમાં તથા સાંસારિક તમામ સંબંધોમાં પરસ્પર ઉપકારકતા જાણવી. પ-૨૧.
વર્તિનાપરિક્રિયાપરવાપરત્વે ર નિર્ચ પ-૨૨ વર્તનાપરિણામક્રિયા-પરવાપરત્વે ચ કાલસ્ય પ-ર વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે ચ કાલચ પ-૨૨
સૂત્રાર્થ- વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ સર્વે કાલદ્રવ્યનો ઉપકાર છે. પ-૨ ૨.
ભાવાર્થ-ગ્રંથકારશ્રીનો આશય એવો છે કે ધર્મ-અધર્મજીવ-પુદ્ગલ અને આકાશ એ પાંચ જ દ્રવ્યો છે કાલ એ દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org