________________
૧૪૦ અધ્યાય : પ-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર અહીં શરીર-ભાષા-મન-પ્રાણ-અપાન વગેરરૂપે જે પુદ્ગલોની સહાય આ જીવને છે. તે સર્વે નિમિત્ત કારણો છે. પ-૧૯.
સુરવદનીવિત રોપ
પ-૨૦ સુખદુઃખજીવિતમરણોપગ્રહાશ્ચ ૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણ-ઉપગ્રહાઃ ચ પ-૨૦
સૂત્રાર્થ- સુખ-દુઃખ-જીવન-અને મરણમાં પણ પુગલો નિમિત્ત બને છે. પ-૨૦.
ભાવાર્થ- સાંસારિક સુખ-દુ:ખ-જીવન અને મરણાદિ કાર્યોમાં પણ પુદ્ગલોની જ સહાયકતા છે. સંસારી સારું-નરસું તમામ જીવન પુદ્ગલોની સહાય ઉપર જ ગોઠવાયેલું છે.
ગાડી-વાડી-બંગલા-મેવા-મીઠાઈ-અલંકારો-વસ્ત્રો ઈત્યાદિ પુદ્ગલો સુખમાં સહાયક છે. પત્થર વાગવો, ઠેસ વાગવી, ગાડી વગેરેની સાથે અથડામણ થવી, અપથ્ય ભોજન ઈત્યાદિ પુગલો દુઃખમાં સહાયક છે. જીવન જીવવામાં આહાર-પાણીવસ્ત્ર-પાત્ર ઈત્યાદિ પુદ્ગલ દ્રવ્યો સહાયક છે. ઝેર પીવું અથવા દુષ્ટ વ્યસનો એ મૃત્યુમાં સહાયક છે. આ રીતે જીવને સુખદુઃખમાં પુદ્ગલોની ઉપકારકતા છે. ઓગણીસમા સૂત્રમાં કહેલી પુદ્ગલોની ઉપકારકતા આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને છે. અને વીસમા સૂરમાં કહેલી પુગલોની ઉપકારકતા આત્મપ્રદેશોથી ભિન્ન રહીને છે. એક ઉપકારકતા અભેદરૂપ છે
જ્યારે બીજી ઉપકારકતા ભેદરૂપ છે. તેથી જ પુદ્ગલાસ્તિકાયની ઉપકારકતા માટે ગ્રંથકારે બે સૂત્રો જુદાં કર્યા છે. પ-૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org