________________
૧૩૮ અધ્યાય : ૫-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ-ચૌદ રાજલોકમાં રહેલો ધર્માસ્તિકાય સ્વયં પોતાના ભાવે ગતિ પરિણામ પામેલા જીવ-પુદ્ગલને ગતિમાં સહાયક છે. જેમ માછલાને તરવામાં પાણી, પંખીને ઉડવામાં આકાશ (હવા) સહાયક છે તેવી રીતે સ્વયં ગતિભાવે પરિણામ પામેલા એવા જીવ-પુદ્ગલોને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિમાં અપેક્ષાકારણ રૂપે સહાયક છે. તથા રસ્તે ચાલતા મુસાફર લોકોને રસ્તાની બન્ને બાજુના વૃક્ષોની છાયા સ્વયં પોતાની ઊભા રહેવાની ઈચ્છા હોય તો જેમ ઉભા રાખવામાં સહાયક છે. તેમ સ્વયં સ્થિતિ પરિણામ પામેલા જીવ-પુદ્ગલ દ્રવ્યોને અધર્માસ્તિકાય સ્થિતિમાં અપેક્ષાકારણ છે. પરંતુ સ્વયં ગતિસ્થિતિ પર્યાયને ન પામેલા જીવ પુદ્ગલને આ ધર્મ-અધર્મ દ્રવ્યો બળાત્કાર ગતિ સ્થિતિ કરાવતા નથી. પ-૧૭.
માજા થાવ. પ-૧૮ આકાશસ્સાવગાહ: પ-૧૮
આકાશસ્ય અવગાહઃ ૫-૧૮ સુત્રાર્થ-અવગાહ આપવો એ આકાશાસ્તિકાયનો ઉપકાર છે. પ-૧૮.
ભાવાર્થ-અવગાહ (જગ્યા-) લેવાની વૃત્તિવાળા જીવપુદ્ગલોને અવગાહ(જગ્યા) આપવાનું કામ, તેમાં સહાયક થવાનું કામ કરવામાં આકાશાસ્તિકાય અપેક્ષા કારણ છે. આકાશાસ્તિકાય બધાં દ્રવ્યોને અવગાહ આપે છે અને બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org