________________
અધ્યાય : ૫-સૂત્ર-૧૭
૧૩૭
ભાવાર્થ-આત્માના પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. તેથી જેમ દીપકનો પ્રકાશ નાના ઓરડામાં હોય તો ત્યાં જ વ્યાપે છે. મોટા ઓરડામાં હોય તો ત્યાં જ વ્યાપે છે. અને ચોકમાં હોય તો ચોકમાં વ્યાપે છે. તેમ આ આત્માના પ્રદેશો પણ આવા જ પ્રકારે સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. તેથી કીડીનો આત્મા મૃત્યુ પામી હાથીમાં જન્મે તો હાથીની કાયા જેટલો વિસ્તૃત પણ થાય . છે. અને હાથીનો આત્મા મૃત્યુ પામી કીડીમાં જન્મે તો કીડીની કાયા જેટલો સંકોચ થવાના સ્વભાવવાળો પણ છે. નિગોદમાં જાય ત્યારે જે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહે છે તે જ જીવ માનવ થઇને કેવલી સમુદ્દાત કરે ત્યારે સમસ્ત લોકવ્યાપી પણ થાય છે. કોઇપણ બાળક જન્મે ત્યારે સામાન્યથી એક ફુટ પ્રમાણ શરીર હોવાથી આત્માની અવગાહના પણ તેટલી જ હોય છે. પરંતુ જ્યારે તે યુવાન બને છે અને ૬/૭ ફુટની કાયા બને છે ત્યારે આત્મા પણ તેટલા જ વિસ્તારવાળો બને છે. ૫-૧૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૫-૧૭
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ ગતિ-સ્થિતિ-ઉપગ્રહઃ ધર્મ-અધર્મયોઃ ઉપકારઃ ૫-૧૭
૫-૧૭
સૂત્રાર્થ-ગતિમાં અને સ્થિતિમાં સહાયકતા એ જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર છે. ૫-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org