________________
૧૩૬ અધ્યાય : પ-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ-સર્વે જીવોની સાથે મળીને અવગાહના ચૌદે રાજલોકમાં છે. કારણ કે ચૌદ રાજલોકમાં જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. પરંતુ એકેક જીવની અવગાહના કેટલી ? તે અહીં લખે છે. કોઈપણ એક જીવની જઘન્ય અવગાહના લોકના અસંખ્યાતમા ભાગની છે. કારણ કે અતિશય નાની અવગાહના સૂક્ષ્મ નિગોદીયા જીવની હોય છે અને તે અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. કારણ કે નાનામાં નાનું શરીર આટલું જ હોય છે. આ જે અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના કહી છે તે લોકનો પણ અસંખ્યાતમો ભાગ જ કહેવાય છે. તેનાથી આગળ શરીરની અવગાહના જેમ જેમ મોટી હોય તેમ તેમ તે તે જીવની અવગાહના પણ વધારે વધારે હોય છે. એમ કરતાં કેવલી સમુઘાતકાલે એક જીવની અવગાહના સમસ્ત લોકવ્યાપી પણ હોય છે. જીવ દીપકના પ્રકાશની જેમ સંકોચ અને વિસ્તાર પામતો હોવાથી નાની અને મોટી એમ બન્ને જાતની અવગાહના ઘટે છે. તેથી લોકના અસંખ્યાતમા ભાગથી માંડીને સમસ્ત લોક સુધીની ચિત્ર વિચિત્ર અવગાહના એક જીવની હોય છે. પ-૧૫.
પ્રસંહાર-વિસfખ્યાં પ્રાપવત્ ૫-૧૬ પ્રદેશસંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવત્ ૫-૧૬ પ્રદેશ સંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવત્ પ-૧૬
સૂત્રાર્થ-આત્માના પ્રદેશોનો સંહાર (સંકોચ) અને વિસર્ગ (વિસ્તાર) દીપકના પ્રકાશની જેમ થાય છે. પ-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org