________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૫-સૂત્ર-૧૫
૧૩૫
ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાયમાં એક એક પરમાણુ પણ હોય છે અને દૃયુશુક-ત્ર્યશુક-ચતુરણુક વગેરે કંધો પણ હોય છે. ત્યાં ૧ પરમાણુસ્વરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે. તે અત્યન્ત સૂક્ષ્મ હોવાથી એક જ આકાશપ્રદેશમાં વર્તે છે. તેના વસવાટ માટે બે આકાશપ્રદેશોની જરૂરિયાત નથી. હ્રયણુકસ્કંધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશમાં પણ રહી શકે છે. ઋણુકસ્કંધ એક આકાશપ્રદેશમાં, બે આકાશપ્રદેશમાં . અને ત્રણ આકાશપ્રદેશમાં પણ રહે છે. એવી રીતે સંખ્યાતપ્રદેશી કંધો એકપ્રદેશથી યાવત સંખ્યાત પ્રદેશોમાં વર્તે છે. અસંખ્યાતપ્રદેશી કંધો એક આકાશપ્રદેશથી અસંખ્યાત આકાશપ્રદેશમાં વર્તે છે. પરંતુ અનંતપ્રદેશી કંધો કે અનંતાનંતપ્રદેશી સ્કંધો એક આકાશપ્રદેશમાં, બે આકાશપ્રદેશમાં એમ વધુમાં વધુ અસંખ્યાત આકાશપ્રદેશમાં જ વર્તે છે. પરંતુ અનંત આકાશપ્રદેશમાં વર્તતા નથી. કારણ કે સમસ્ત ચૌદરાજલોકના આકાશપ્રદેશો અસંખ્યાતા જ છે. અનંતા નથી. અને તેમાં જ સમસ્ત પુદ્ગલદ્રવ્ય સમાયેલુ છે. ૫-૧૪.
૫-૧૫
असङख्येयभागादिषु जीवानाम् અસંખ્યયભાગાદિષુ જીવાનામ્ ૫-૧૫ અસંખ્યેય ભાગ આદિષુ જીવાનામ્ ૫-૧૫
સૂત્રાર્થ-જીવોની અવગાહના લોકના અસંખ્યાતમા ભાગ આદિમાં હોય છે. ૫-૧૫.
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org