________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૧૨ ૧૩૩ છેલ્લી કોટીનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અણુ તે પરમાણ. આ છેલ્લો અણુ હોવાથી તેને પ્રદેશ સંભવતા નથી. જો તેને પણ પ્રદેશો હોય છે એમ માનીએ તો આ પરમાણુને પ્રદેશો હોવાથી સ્કંધ જ માનવો પડે. માટે આ અન્તિમ પરમાણુ એ પરમાણુ જ માત્ર છે. તેને પ્રદેશો નથી. ૫-૧૧.
નોક્રશ્ચિાડવII: ૫-૧૨ લોકાકાશે અવગાહઃ ૫-૧૨
લોક-આકાશે અવગાહ: ૫-૧૨ સૂત્રાર્થ-ઉપરોક્ત સર્વ દ્રવ્યો લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. પ-૧૨.
ભાવાર્થ-ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ એમ કુલ જે પાંચ દ્રવ્યો છે તેમાંથી આકાશ વિના શેષ ચાર દ્રવ્યો ફક્ત લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. અને જે આકાશદ્રવ્ય છે તે લોક-અલોક એમ ઉભયમાં વ્યાપ્ત છે. અલોકાકાશમાં કોઈપણ જીવ પૂગલ કે ધર્મ-અધર્મ દ્રવ્ય નથી. તેથી જ મોક્ષ પામેલા જીવો પણ સિદ્ધશિલાથી એક યોજન ઉપર લોકને છેડે પરંતુ લોકની અંદરના ક્ષેત્રમાં જ હોય છે. ધર્મ-અધર્મ દ્રવ્યની સહાયકતા ન હોવાથી ઉપર અલોકમાં જતા નથી. બીજા કોઈપણ દ્રવ્યનો એક પણ પ્રદેશ અલોકમાં વર્તતો નથી. પ-૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org