________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૧૦ ૧૩૧
ભાવાર્થ-સંસારમાં કુલ જીવો અનંતા છે. પરંતુ એક એક જીવના પ્રદેશો અસંખ્ય જ છે. ધર્મ-અધર્મ-લોકાકાશ અને એક જીવદ્રવ્ય એમ કુલ આ ચાર દ્રવ્યોના અસંખ્ય પ્રદેશો છે અને માંહોમાંહે સમાન છે. કોઈના પણ પ્રદેશો ઓછા વધારે નથી. તેથી જ કેવલીભગવાન જ્યારે કેવલી સમુદ્યાત કરે છે. ત્યારે તે ભગવાનના એક જ આત્માનો એક એક આત્મપ્રદેશ એક એક આકાશ પ્રદેશમાં વ્યાપ્ત થાય છે. જેથી કેવલી ભગવાનનો આત્મા સમસ્ત લોકવ્યાપી બને છે.
આકાશાસ્તિકાય લોક-અલોક એમ બન્નેમાં વ્યાપ્ત છે. તેથી તેના પ્રદેશો અનંતા છે. લોકવ્યાપી આકાશના પ્રદેશો અસંખ્ય છે. પરંતુ અલોક અનંત હોવાથી અલોકવ્યાપી આકાશના પ્રદેશો અનંતા છે માટે લોકાલોકવ્યાપી આકાશના પ્રદેશો નિયમા અનંતા છે. હકીકતથી વિચારીએ તો આકાશદ્રવ્ય એક જ છે. લોકાકાશ કે અલોકાકાશ જેવા કોઈ ભાગો જ નથી. પરંતુ ધર્માસ્તિકાય આદિ શેષ ચાર દ્રવ્યોના સંયોગવાળા આકાશને લોક અને શેષ આકાશને અલોક કહેવાય છે એમ પર દ્રવ્યના સંયોગ-અસંયોગને લીધે એક જ આકાશ દ્રવ્ય બે ભેદે છે. પ-૮, ૯.
સન્યાસયેશ પુરીનાનામ્ પ-૧૦ સંખ્યયાસંખ્યયાશ્ચ પગલાનામ્ પ-૧૦ સંખ્યય-અસંખ્યયાઃ ચ પુદ્ગલાનામ્ પ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org