________________
૧૩)
અધ્યાય : પ-સૂત્ર-૭-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર મસ૬૨Àયા: પ્રવેશ થથર્મયો: ૫- અસંખ્યયાઃ પ્રદેશ ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશાઃ ધર્મ-અધર્મયોઃ પ-૭
સુત્રાર્થ ધર્મ અને અધર્મના પ્રદેશો અસંખ્ય છે. પ-૭.
ભાવાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમસ્ત લોકવ્યાપી છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જે ભાગના કેવલી ભગવાનના જ્ઞાનથી પણ બે અંશ ન થાય તે પ્રદેશ કહેવાય છે. આખી વસ્તુથી આ પ્રદેશ જો છુટો પડે તો તેને જ પરમાણુ કહેવાય છે. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્યનો એક પણ પ્રદેશ કદાપિ છુટો પડ્યો નથી, છુટો પડતો નથી અને છુટો પડશે પણ નહીં. માત્ર પુદ્ગલાંતિકાયમાં જ પ્રદેશો છુટા પડે છે. તેથી તેમાં જ * પરમાણુ નામનો ચોથો ભેદ સંભવે છે. ધર્મ, અધર્મ આ બે દ્રવ્યોના આવા નિરંશ (નિર્વિભાજ્ય) પ્રદેશો અસંખ્ય છે. પ-૭.
નીવચ a પ-૮ માઋાશાસ્થાનના: પ-૯ જીવસ્ય ચ પ-૮ આકાશસ્યાનન્તા: -૯ જીવસ્ય ચ ૫-૮ આકાશસ્ય અનન્તાઃ ૫-૯
સૂત્રાર્થ-એક જીવદ્રવ્યના પણ પ્રદેશો અસંખ્ય છે. અને આકાશના પ્રદેશો અનંતા છે. ૫-૮-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org