________________
૮૨
અધ્યાય : ૩-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર એક પછી એક દ્વીપ-સમુદ્રને ગોળ ગોળ વીંટળાઈને આ દ્વીપસમુદ્રો આવેલા છે. તેથી જ પ્રથમ જંબૂઢીપ નામના દ્વીપને છોડીને બાકીના બધા જ દ્વીપ-સમુદ્રો બંગડીના જેવા ગોળ આકારના છે એટલે કે વલયાકૃતિવાળા છે. અને બમણા-બમણા વિસ્તારવાળા છે. દ્વિીપને વીંટળાઈને સમુદ્ર છે. અને સમુદ્રને વીંટળાઈને દ્વીપ છે. એમ એક પછી એક દીપ-સમુદ્ર છે. સૌથી પ્રથમ જંબૂદ્વીપ છે ત્યારપછી અનુક્રમે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવરફ્લીપ એમ જુદા જુદા નામવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. અને સૌથી અન્તિમ સ્વયંભૂરમણસમુદ્ર છે. ૩-૭-૮. तन्मध्ये मेरुनाभिर्वत्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीप: તન્મથે મેરુનાભિવૃત્ત યોજનશતસહસ્ત્રવિષ્કલ્મો જમ્બુદ્વીપ: તમથેમેરુનાભિઃવૃત્ત યોજનશતસહસ્ત્રવિષ્કસ્મઃ જંબુદ્વીપ
૩-૯
સૂત્રાર્થ-મેરૂપર્વત છે નાભિ-ભાગે જેને એવો, થાળી જેવો ગોળ,એકલાખયોજનની લંબાઈ પહોળાઈવાળો જંબૂદ્વીપ નામનો
દ્વિીપ છે.અને તે અસંખ્યદ્વીપસમુદ્રોની બરાબર મધ્યભાગે છે. ૩-૯.
ભાવાર્થ – તે અસંખ્યદ્વીપ ( મેરૂ
સમુદ્રોની બરાબર મધ્યે સૌથી પ્રથમ
જંબૂદ્વીપ નામનો દ્વીપ છે. તે જ ૧,૦૦,૦૦૦ યોજન /
જંબૂદ્વીપમાં આપણે બધા છીએ. તે વિસ્તાર
જંબુદ્વીપ કેવો છે? તે સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org