________________
૯૮
અધ્યાય : ૪-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર મનુષ્યની જેમ જ કાયાથી સંસારસુખ માણનારા હોય છે. તેઓને કાયસેવી કહેવાય છે. ઇશાન સુધીના આ સર્વે દેવો દેવીઓની સાથે અને દેવીઓ દેવોની સાથે શરીરના સર્વ અંગોથી સ્પર્શ કરવા દ્વારા ભોગજન્ય સુખને અનુભવવા વડે પ્રીતિને પામનારા હોય છે. મનુષ્યોની જેમ કામક્રીડા કરનારા હોય છે. ૪-૮.
शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ४-८ શેષાઃ સ્પર્શરૂપશબ્દમનઃપ્રવીચારા દ્રયોદ્ધયોઃ ૪-૯ શેષાઃ સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃપ્રવીચારા: દ્રયો દ્વયોઃ ૪-૯
સૂત્રાર્થ- બાકીના દેવલોકના દેવોમાં બે બે દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી હોય છે. ૪-૯. - ભાવાર્થ-ત્રીજા દેવલોકથી ઉપરના સર્વે દેવોમાં બે બે દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શ આદિ દ્વારા મૈથુનસુખ ભોગવનારા હોય છે. એટલે કે ત્રીજા-ચોથા દેવલોકના દેવો દેવીઓના શરીરના સ્પર્શમાત્રથી શાન્તવાસનાવાળા થાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો સ્ત્રીના શરીરનું રૂપમાત્ર જોવાથી શાન્તવાસનાવાળા થાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો સ્ત્રીના શરીરથી કરાતાં સંગીતાદિ સાંભળવાથી જ સંતોષ પામનાર બને છે. નવથી બાર દેવલોકના દેવો મનમાં સ્ત્રીનું ચિન્તનમાત્ર કરવાથી શાન્તવાસનાવાળા થાય છે.
આ પ્રમાણે ઉપર-ઉપરના દેવો વિષયસુખની ઓછી ઓછી વાસનાવાળા હોય છે. ૪-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org