________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૬ ૧૦૫
વહિવસ્થિતા: ૪-૧૬ બહિરવસ્થિતાઃ ૪-૧૬
બહિઃ અવસ્થિતાઃ ૪-૧૬ સૂત્રાર્થ-અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્રાદિ સર્વે જ્યોતિષ્ઠદેવો સ્થિર છે. ૪-૧૬.
ભાવાર્થ-અઢીદ્વીપની બહાર આ સર્વે જ્યોતિષ્ક દેવો સ્થિર માત્ર જ છે. તેથી રાત્રિ-દિવસ ઈત્યાદિ કાલવિભાગ નથી. સૂર્ય અતિશય તાપવાન નથી. ચંદ્ર અતિશય શીતલ નથી. પચાસ પચાસ હજાર યોજના અંતરે સૂર્ય-ચંદ્ર સ્થિરપણે ગોઠવાયેલા છે. એક સૂર્યથી પચાસ હજાર યોજન દૂર ચંદ્ર છે. તે ચંદ્રથી બીજા પચાસ હજાર યોજનને આંતરે સૂર્ય છે. એમ સર્વત્ર જાણવું.
સૂર્યના પ્રકાશનું હોવું અને ન હોવું, તેના કારણે જ દિવસ-રાત્રિનો વ્યવહાર છે પરંતુ દિવસ-રાત-માસ-પક્ષ આદિ નામનું છઠ્ઠું જુદું કાલદ્રવ્ય નથી. તેથી જ આ જ ગ્રંથના પાંચમા અધ્યાયના પ્રથમસૂત્રમાં અજીવદ્રવ્યના ચાર જ ભેદ કહ્યા છે. કાલનો ભેદ કહ્યો નથી. તેથી કાલ એ જીવ અને અજીવનો વર્તના રૂપ પર્યાય માત્ર છે. સ્વતંત્ર દ્રવ્ય નથી, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઔપચારિક દ્રવ્ય કહેવાય છે. આવી માન્યતા શ્વેતાંબર આમ્નાયની છે. દિગંબરાસ્નાયમાં કાલાણ નામનું છઠું સ્વતંત્ર કાલદ્રવ્ય માનેલું છે. ૪-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org