________________
૧૨૦ અધ્યાય - ૪-સૂત્ર-૪૧-૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર
સૂત્રાર્થ-હવે બાર દેવલોકનું જઘન્ય આયુષ્ય કહે છે. પલ્યોપમ, તથા પલ્યોપમથી અધિક, બે સાગરોપમ તથા બે સાગરોપમથી અધિક આયુષ્ય છે. ૪-૩૯, ૪૦, ૪૧.
ભાવાર્થ-વૈમાનિક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે જઘન્ય આયુષ્ય સમજાવે છે. સૌધર્મ નામના પ્રથમ દેવલોકનું જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમ છે. ઈશાન નામના બીજા દેવલોકનું જધન્ય આયુષ્ય ૧ પલ્યોપમથી અધિક છે સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમ છે. અને મહેન્દ્ર નામના ચોથા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમથી અધિક છે. આ જઘન્ય આયુષ્ય જાણવું આ પ્રમાણે ૧થી૪ દેવલોકનું જઘન્ય આયુષ્ય કહ્યું. ૪-૩૯, ૪૦, ૪૧.
परत: परतः पूर्वापूर्वानन्तरा ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વાપૂર્વનન્તરા ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વા પૂર્વા અનન્તરા ૪-૪૨
સૂત્રાર્થ-પછી પછીના દેવલોકની જઘન્યસ્થિતિ અનન્તર અનન્તર પૂર્વપૂર્વ દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણે જાણવી. ૪-૪૨.
ભાવાર્થ-ચોથા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ પાંચમા દેવલોકનું જઘન્ય આયુષ્ય છે. પાંચમા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ છઠ્ઠા દેવલોકનું જઘન્ય આયુ૦ છે. એમ આગળઆગળ જાણવું. આ પ્રમાણે જઘન્ય આયુષ્ય હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org