________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૧
અધ્યાય પાંચમો
૫-૧
૫-૧
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ અજીવકાયાઃ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાઃ ૫-૧ સૂત્રાર્થ - ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એમ કુલ
ચાર અજીવકાય છે. ૫-૧.
Jain Education International
૧૨૫
ભાવાર્થ-જેનામાં ચૈતન્ય (જ્ઞાન) ન હોય તે અજીવકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એમ કુલ ચાર અજીવકાય છે. અસ્તિ એટલે પ્રદેશોનો (અંશોનો) હ્રાય એટલે સમૂહ, આ ચારે દ્રવ્યો પ્રદેશોના સમૂહાત્મક છે. ધર્માસ્તિકાય અને અધાર્મસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશો છે. અને પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત-અસંખ્યાત-અને અનંત પ્રદેશો હોય છે. આ પ્રમાણે પ્રદેશોનો સમૂહ હોવાથી આ ચાર દ્રવ્યોને અસ્તિકાય કહેવાય છે. દિગંબરાસ્નાયમાં “પ્રદેશપ્રચય” પણ કહેવાય છે. અને ચૈતન્ય ન હોવાથી અજીવ કહેવાય છે. કાળ એ જીવાદિ પાંચે દ્રવ્યોના વર્તના સ્વરૂપ પર્યાયાત્મક હોવાથી દ્રવ્ય તરીકે ગણેલ નથી. કોઇપણ પર્યાયમાં જીવ અને અજીવનું જે વર્તવું. તે વર્તના પર્યાય જ
For Private & Personal Use Only
www.jainelibrary.org