________________
૧૧૪ અધ્યાય : ૪-સૂત્ર-૨૮ તત્વાર્થાધિગમસૂત્ર
ૌuપાતિક્રમનુષ્ય: શેષાતિર્થોન: ૪-૨૮ ઔપપાતિકમનુષ્યભ્યઃ શેષાતિર્યગ્યાનય: ૪-૨૮ ઔપપાતિક-મનુષ્યભ્યઃ શેષાઃ તિર્યંગ્યોનયઃ ૪-૨૮
સૂત્રાર્થ – ઉપપાત જન્મવાળા (દેવ-નારકીના) જીવો તથા મનુષ્યોથી જે શેષ જીવો સંસારમાં છે તે સર્વે તિયંગ્યનિવાળા (તિર્યંચો) કહેવાય છે. ૪-૨૮.
ભાવાર્થ-પતિ-ઉપપાત જન્મવાળા એવો જે શબ્દ છે તેનાથી દેવ-નારકી સમજવા. મનુષ્યષ્યઃ એવો જે શબ્દ છે તેનાથી મનુષ્યો સમજવા. એટલે દેવ-નારકી અને મનુષ્યોથી જેટલા જીવો આ સંસારમાં શેષ છે તે સર્વે જીવોને તિર્યંચયોનિ વાળા અર્થાત્ તિર્યંચ કહેવાય છે. એટલે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો તો સર્વે તિર્યંચ જ કહેવાય છે. તથા સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ સર્વે પક્ષીઓ (ખેચર) અને મત્સાદિ જલચર અને ગાય, ભેંસ, ઘોડા, હાથી, સર્પ, વાનર વગેરે સ્થલચર જીવો તિર્યંચ કહેવાય છે આ પ્રમાણે ત્રીજા અધ્યાયના ૧થી૬ સૂત્રોમાં નરકગતિ, ૭થી૧૮ સૂત્રોમાં મનુષ્યગતિ, ચોથા અધ્યાયના ૧ સૂત્રથી ૨૭ સૂત્રોમાં દેવગતિ અને આ ૨૮મા સૂત્રમાં તિર્યંચગતિ એમ સંસારની આ ચાર ગતિ સમજાવી. (એટલે ચારગતિમાં રહેનારા જીવોનું વર્ણન સમજાવ્યું કારણ કે આ જીવતત્ત્વ ચાલે છે.) ૪-૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org