________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૩૬-૩૭ ૧૧૭
ભાવાર્થ-સૌધર્મ વગેરે ૧૨ દેવલોક અને નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવોનું આયુષ્ય અનુક્રમે હવે કહીએ છીએ.
ત્યાં સૌ પ્રથમ સૌધર્મ નામના પ્રથમ દેવલોકનું આયુષ્ય બે સાગરોપમ છે અને ઈશાન નામના બીજા દેવલોકનું આયુષ્ય બે સાગરોપમથી કંઈક અધિક છે. અહીં સાગરોપને શબ્દ તથા ય શબ્દ સંસ્કૃત ભાષામાં દ્વિવચનવાળો છે તેથી બે સાગરોપમ અને તેથી અધિક એવો અર્થ થઈ શકે છે. ૪-૩૩, ૩૪, ૩૫.
सप्त सनत्कुमारे ४-36 સપ્ત સનકુમારે ૪-૩૬
સપ્ત સનકુમારે ૪-૩૬ સૂત્રાર્થ- સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં સાત સાગરોપમનું આયુષ્ય હોય છે.૪-૩૬.
ભાવાર્થ-સુગમ છે. સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં રહેનારા દેવોનું આયુષ્ય સાત સાગરોપમ છે. અત્યારે સર્વ ઠેકાણે આ ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે. ૪-૩૬.
विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च
૪-૩૭ વિશેષત્રિસદ્ધદશૈકાદશત્રયોદશપંચદશભિરધિકાનિ ચ
૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશ-એકાદશ-ત્રયોદશપંચદશભિઃ અધિકાનિ ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org