________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય - ૪-સૂત્ર-૨૭ ૧૧૩ દીક્ષા લેવાનો અવસર થાય છે અને તીર્થકર ભગવંતો દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે. ત્યારે ત્યારે આ જ દેવો આવીને પરમાત્માને નમસ્કાર કરીને વિનંતિ કરે છે કે હે ભગવાન! આપ પ્રવ્રયા ગ્રહણ કરો અને શાસન પ્રવર્તાવો. આવી વિનંતિ કરવાનો આચાર આ દેવોનો છે અહીં સારસ્વત ઇશાનમાં, આદિત્ય પૂર્વમાં, વદ્વિ અગ્નિખૂણામાં, એમ આઠ જાતના દેવો ક્રમશઃ ચારદિશા અને ચાર વિદિશામાં છે. અને અરિષ્ટ નામના નવમા પ્રકારના દેવો મધ્યમાં છે. ૪-૨૬.
વિનયવિપુ વિરમ: ૪-૨૭ વિજયાદિષુ દ્વિચરમા: ૪-૨૭
વિજયાદિષ વિચરમાઃ ૪-૨૭ સૂત્રાર્થ-વિજયાદિમાં જન્મ પામનારા દેવો દ્વિચરમાવતારી હોય છે. ૪-૨૭.
ભાવાર્થ-વિજય-વિજયંત-જયંત અને અપરાજિતમાં જન્મનારા દેવો બે ભવ માત્ર કરનારા હોય છે. એટલે કે વિજયાદિ ચારમાંથી ગમે તે એક વિમાનમાં જન્મ પામેલા દેવો ત્યાંથી ચ્યવી મનુષ્યભવ-વિજયાદિભવ-મનુષ્યભવ એમ વિજયાદિથી અન્તરિત એવા મનુષ્યના બે ભવ કરી સિદ્ધિપદ પામે છે. અને સર્વાર્થસિદ્ધના દેવો મનુષ્યનો એક ભવ કરી સિદ્ધિપદ પામે છે. ૪-૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org