________________
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૪-૨૫ ૧૧૧
પ્ર ખ્ય ન્યા: ૪-૨૪
પ્રારૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪
પ્રાગૂ રૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪
સૂત્રાર્થ - રૈવેયક નામના દેવોની પૂર્વેના સર્વે દેવો કલ્પવાળા કહેવાય છે. ૪-૨૪.
ભાવાર્થ-દેવોના કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે ભેદ કહેવાય છે. તેમાં રૈવેયકની પૂર્વેના સમસ્ત દેવો કલ્પવાળા એટલે સ્વામી-સેવકની મર્યાદાવાળા કહેવાય છે. ભવનપતિબંતર-જ્યોતિષ્ક દેવો અને પહેલા દેવલોકથી બાર દેવલોક સુધીના વૈમાનિક દેવો કલ્પપપન્ન છે અને બાકીના રૈવેયક તથા અનુત્તરવાસી દેવો કલ્પાતીત કહેવાય છે. એટલે ત્યાં સ્વામી-સેવકભાવ રૂપ સામાજિક વ્યવસ્થા નથી. પરંતુ ત્યાં સર્વે દેવો અહમિન્દ્ર સમાન મોભાવાળા છે. આવા ઉંચાસ્થાનોમાં જન્મ અને પછી ત્યાં કચરો જ વાળવો પડે કે ઘરઘાટીનું જ કામ કરવું પડે તે ઉચિત નથી. માટે ત્યાં કચરા આદિ હોતા નથી તેથી આવી વ્યવસ્થા નથી. ૪-૨૪.
બ્રહ્મક્ષત્રિયા નોતિષ: ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકા: ૪-૨૫ બ્રહ્મલોક-આલયાઃ લોકાન્તિકા: ૪-૨૫
સુત્રાર્થ- લોકાન્તિકદેવો બ્રહ્મલોકની પાસે જ (એટલે બ્રહ્મલોકની અંતે-છેવાડે) રહેનાર છે. ૪-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org