________________
૧૧૦ અધ્યાય : ૪-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર હીન-હીનતર હોય છે. ગમનાગમન ઓછું ઓછું કરનારા છે. શરીરની લંબાઈ (અવગાહના) ઓછી ઓછી છે. પરિગ્રહ (મમતામૂછ) હીન હીન છે અને અભિમાન મોટાઈ વગેરે કષાયોની માત્રા પણ ઓછી ઓછી છે. કનિષ્ટભાવો હીન-હીનતર છે. ૪-૨૨.
પતાિશકર્તાને દ્વિત્રિવેષ ૪-૨૩ પીતપદ્મશુક્લલેશ્યા દ્વિત્રિશેષ ૪-૨૩ પિત-પા-શુક્લલેશ્યાઃ દ્વિ-ત્રિ-શેષેષ ૪-૨૩
સૂત્રાર્થ-બે દેવલોકમાં તેજલેશ્યા, ત્રણ દેવલોકમાં પાલેશ્યા, અને બાકીના સર્વ દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. ૪-૨૩.
ભાવાર્થ-સૌધર્મ અને ઈશાન નામના પ્રથમ બે દેવલોકમાં ફક્ત ૧ તેજલેશ્યા હોય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક નામના ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મવેશ્યા હોય છે. અને લાન્તકાદિ છઠ્ઠા દેવલોકથી ઉપરના તમામ દેવલોકોમાં માત્ર એક શુક્લલેશ્યા જ હોય છે. આ બધી દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા અનિયત છે. તેથી જ સંગમદેવ વૈમાનિક હોવાથી દ્રવ્યથી તેજોલેક્ષા વાળો હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ લેશ્યાના કારણે ભગવાનને ઉપસર્ગ કરનાર બને છે અને સાતમી નારકીના જીવો દ્રવ્યથી કૃષ્ણલેશ્યાવાળા હોવા છતાં ભાવથી શુભ લેશ્યાવાળા બનવાથી સમ્યત્વ પામનાર બને છે. માટે દેવ-નારકીમાં દ્રવ્યલેશ્યા નિયત છે અને ભાવલેશ્યા અનિયત છે. ૪-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org