________________
૧૦૪
અધ્યાય : ૪-સૂત્ર-૧૫
તત:ાવિભાગ: ૪-૧૫ તત્કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫ તત્કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫
સૂત્રાર્થ-તે સૂર્ય અને ચંદ્રની ગતિક્રિયા દ્વારા જ અઢીદ્વીપમાં કાલનો વિભાગ કરાયેલો છે. ૪-૧૫.
તત્ત્વાર્થાધિગમસૂત્ર
ભાવાર્થ અઢીદ્વીપમાં રહેલા સર્વે સૂર્યો અને સર્વે ચંદ્રો જંબુદ્વીપના મેરુપર્વતની ચારે તરફ પ્રદક્ષિણાના આકારે સતત ચાલ્યા જ કરે છે, તેથી જ્યાં જ્યાં સૂર્યનું આગમન હોય ત્યાં ત્યાં પ્રકાશ થવાથી દિવસ થાય છે. અને જ્યાં જ્યાં સૂર્યનો અભાવ હોય છે ત્યાં ત્યાં ચંદ્ર હોય તો પણ અને ચંદ્ર ન હોય તો પણ રાત્રિ થાય છે. દિવસ-રાત્રિનો વ્યવહાર સૂર્યના હોવા અને ન હોવાથી થાય છે. અને એકમ-બીજ-ત્રીજ આદિ તિથિઓનો વ્યવહાર ચંદ્રથી થાય છે. રાત્રિ-દિવસના કારણે પંદર દિવસનું પખવાડીયું. ત્રીસ દિવસનો માસ ઈત્યાદિ કાવિભાગ બને છે. જો સૂર્ય-ચંદ્ર સ્થિર જ હોત તો આ કાવિભાગ ન બનત. માટે સૂર્ય-ચંદ્રાદિ અઢીદ્વીપની અંદર ચલિત સ્થિતિવાળા છે અને આ જ કારણે અઢીદ્વીપના અંદર જ રાત્રિ-દિવસવાળો કાળવિભાગ છે. આજે કેટલાક વૈજ્ઞાનિકાદિ લોકો ચંદ્ર-સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. એમ માને છે. પરંતુ સૂત્રકારના આ વિધાનથી તે માન્યતા મિથ્યા છે. એમ સિદ્ધ થાય છે. ૪-૧૫.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org