________________
-
-
૧૦૨ અધ્યાય : ૪-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જ્યોતિષ્કાઃ સૂર્યાઃ ચન્દ્રમસઃ ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણતારકાઃ ચ
૪-૧૩ સૂત્રાર્થ-જ્યોતિષ્ક દેવોના પાંચ ભેદો છે. (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્રો અને (૫) છુટા-છવાયા અનેક તારાઓ. ૪-૧૩.
ભાવાર્થ-જ્યોતિષ્કદેવોના પણ ઉપર કહ્યા મુજબ પાંચ ભેદો છે. તેમાં સૂર્ય અને ચંદ્ર આ બે ઈન્દ્રો છે. શેષ દેવો તઓની પ્રજાસ્વરૂપ છે. જો કે મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્રો છે. તો પણ જાતિની વિવક્ષાથી એક સૂર્ય અને એક ચંદ્રને ઈન્દ્ર તરીકે ગણવામાં આવ્યા છે. ૪-૧૩.
પ્રિક્ષUT નિત્યતિયો –નો ૪-૧૪ મેપ્રદક્ષિણા નિત્યગતયોઃ નૃલોકે ૪-૧૪ મેપ્રદક્ષિણાઃ નિત્યગતયઃ નૃલોકે ૪-૧૪
સૂત્રાર્થ ઉપરોક્ત પાંચે જ્યોતિષ્ક દેવો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા છતા હંમેશાં ગતિક્રિયા કરનારા છે. આ પ્રમાણે અઢીદ્વીપના જ્યોતિષ્ઠદેવો ચલ (ગતિમાન) છે. ૪-૧૪.
ભાવાર્થ- અઢીદ્વીપમાં જે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાઓ છે તે જંબૂદ્વીપમાં રહેલા મેરૂ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાના આકારે સદા ગતિશીલ છે. જંબૂદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. લવણસમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે. ધાતકીખંડમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org