SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૦૨ અધ્યાય : ૪-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જ્યોતિષ્કાઃ સૂર્યાઃ ચન્દ્રમસઃ ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણતારકાઃ ચ ૪-૧૩ સૂત્રાર્થ-જ્યોતિષ્ક દેવોના પાંચ ભેદો છે. (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્રો અને (૫) છુટા-છવાયા અનેક તારાઓ. ૪-૧૩. ભાવાર્થ-જ્યોતિષ્કદેવોના પણ ઉપર કહ્યા મુજબ પાંચ ભેદો છે. તેમાં સૂર્ય અને ચંદ્ર આ બે ઈન્દ્રો છે. શેષ દેવો તઓની પ્રજાસ્વરૂપ છે. જો કે મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્રો છે. તો પણ જાતિની વિવક્ષાથી એક સૂર્ય અને એક ચંદ્રને ઈન્દ્ર તરીકે ગણવામાં આવ્યા છે. ૪-૧૩. પ્રિક્ષUT નિત્યતિયો –નો ૪-૧૪ મેપ્રદક્ષિણા નિત્યગતયોઃ નૃલોકે ૪-૧૪ મેપ્રદક્ષિણાઃ નિત્યગતયઃ નૃલોકે ૪-૧૪ સૂત્રાર્થ ઉપરોક્ત પાંચે જ્યોતિષ્ક દેવો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા છતા હંમેશાં ગતિક્રિયા કરનારા છે. આ પ્રમાણે અઢીદ્વીપના જ્યોતિષ્ઠદેવો ચલ (ગતિમાન) છે. ૪-૧૪. ભાવાર્થ- અઢીદ્વીપમાં જે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાઓ છે તે જંબૂદ્વીપમાં રહેલા મેરૂ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાના આકારે સદા ગતિશીલ છે. જંબૂદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. લવણસમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે. ધાતકીખંડમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy