________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૮
૯૭ ઈન્દ્રો છે. વ્યંતર નિકાયમાં વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદ છે. બન્નેના આઠ-આઠ ભેદ છે. તે દરેકમાં બે બે ઈન્દ્રો છે. એટલે ૮+૮=૧૬૪=૩૨ ઈન્દ્રો બંતરનિકામાં છે. તથા જ્યોતિષ્કમાં ૨, અને વૈમાનિકમાં ૧૦ ઇદ્રો હોય છે. સર્વે મળીને ૨૦+૩+૨+૧૦=૬૪ ઈદ્રો કહેવાય છે. જે ગામમાં, ઘરમાં, શૂન્યગૃહમાં અને ચોક આદિ નાગરિક સ્થાનોમાં રહેવાની પ્રીતિવાળા હોય તે વ્યંતર, અને જે જંગલમાં રહેવાની પ્રીતિવાળા હોય તે વાણવ્યંતર દેવો કહેવાય છે. ગાય, ભેંસ, ઘોડા, ગધેડાં, વાઘ, સિંહ, વરુ આ બધાં પશુ હોવા છતાં પ્રથમનાં ચાર ગામમાં રહેવાવાળાં છે અને પછીનાં અરણ્યમાં રહેવાવાળાં છે. તેમ અહીં જાણવું. - તથા આ બન્ને નિકાયોમાં (એટલે ૧૦ ભવનપતિદેવોમાં અને ૮ વ્યંતર-વાણવ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેજો સુધીની કુલ ચાર લેશ્યાઓ હોય છે. પદ્મ અને શુક્લ જેવી ઉજ્વલલેશ્યા આ દેવોમાં હોતી નથી. ૪-૬, ૭.
कायप्रवीचारा आ-ऐशानात् ४-८ કાયપ્રવીચારા આ-ઐશાના ૪-૮ કાયપ્રવીચારાઃ આ-ઐશાનાત્ ૪-૮
સૂત્રાર્થ ઈશાન સુધીના દેવલોકના દેવો કાયાથી સંસારસુખ સેવનારા હોય છે.૪-૮.
ભાવાર્થ-ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક નિકાયના સર્વે દેવો તથા સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીના સર્વે દેવો તિર્યંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org