________________
૯૯
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૦
પરેડyવીવાર: ૪-૧૦ પરેડપ્રવીચારાઃ ૪-૧૦
પરે અપ્રવીચારાઃ ૪-૧૦ સૂત્રાર્થ-બારમા દેવલોકથી ઉપરના દેવો અપ્રવીચારી હોય છે. ૪-૧૦.
ભાવાર્થ-બારમા દેવલોક પછીના દેવો એટલે કે રૈવેયક અને અનુત્તરવાસી દેવો સદા વિષયવાસના વિનાના હોય છે. અર્થાત્ સ્ત્રીની સાથે શરીરથી કે સ્પર્શાદિથી પણ વિષયસુખ ભોગવનારા હોતા નથી.
દેવલોકમાં દેવો સર્વત્ર હોય છે. પરંતુ દેવીઓ સર્વત્ર હોતી નથી. માત્ર ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને પ્રથમના બે દેવલોકમાં જ દેવીઓની ઉત્પત્તિ હોય છે. પ્રથમના બે દેવલોકમાં જે દેવીઓ છે તે બે પ્રકારની હોય છે. પરિગૃહીતા (નિયત પુરુષવાળી) અને અપરિગૃહીતા (અનિયત પુરુષવાળી). ત્યાં જે પ્રથમ દેવલોકમાં અપરિગૃહીતા દેવીઓ છે. તેની સાથે સંસારસુખ ત્રીજા-પાંચમા-સાતમા-નવમા અને અગિયારમા દેવલોકના દેવો ભોગવે છે. એવી જ રીતે બીજા દેવલોકમાં જે અપરિગૃહીતા દેવીઓ છે તેની સાથે ચોથા-છઠ્ઠા-આઠમા-દસમા અને બારમા દેવલોકના દેવો સંસારસુખ ભોગવે છે. જે દેવીઓનું આયુષ્ય વધારે વધારે છે તે દેવીઓની સાથે ઉપર ઉપરના દેવો સંસારસુખ માટેનો વ્યવહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org