________________
૯૬ અધ્યાય : ૪-સૂત્ર-૬-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર નિકાયમાં ઈન્દ્ર-સામાનિક વગેરે દશે જાતના દેવો હોય છે. પરંતુ બીજી વ્યંતર નિકાય અને ત્રીજી જ્યોતિષ્ક નિકાયમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ વિનાના ઈન્દ્ર-સામાનિક આદિ આઠ પ્રકારના દેવો હોય છે. ત્યાં ત્રાયશ્ચિંશ દેવો પણ નથી તથા લોકપાલ દેવો પણ નથી. ૪-૫.
પૂર્વયોર્કી દ્રા: ૪-૬ પૂર્વયોર્કીન્દ્રાઃ ૪-૬ પૂર્વયોઃ દ્વિ-ઈન્દ્રાઃ ૪-૬ પીતાન્તનૈશ્યા: ૪-૭ પીતાન્તલેશ્યા ૪-૭
પીત-અન્ત-લેશ્યાઃ ૪-૭ સૂત્રાર્થ-પ્રથમની બે નિકાયમાં બે બે ઈન્દ્રો છે. તથા તે પ્રથમની બે નિકાયમાં તેજ સુધીની ચાર લેશ્યાઓ હોય છે. ૪-૬, ૭.
ભાવાર્થ-ભવનપતિ અને વ્યન્તર એ દેવોની પ્રથમની બે નિકાય કહેવાય છે. ભવનપતિના ૧૦ અને વ્યંતરના ૮ ભેદો છે. જે હમણાં સૂત્ર ૧૧-૧રમાં આવશે. તે દરેકમાં બે બે ઈન્દ્રો (રાજા દેવો) હોય છે. એક ઈન્દ્ર દક્ષિણદિશાના રાજ્યનો સ્વામી હોય છે.
જ્યારે બીજો ઈન્દ્ર ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી હોય છે. ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. તેથી તે નિકાયમાં ૧૦૪૨=૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org