________________
૯૪ અધ્યાયઃ ૪-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઈન્દ્રસામાનિકત્રાયશ્ચિંશ પરિષદ્યાત્મરક્ષકલોકપાલાનીક-પ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાર્ચકશઃ ૪-૪ ઈન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશ-પારિષદ્ય-આત્મરક્ષક-લોકપાલ-અનીક-પ્રકીર્ણક-આભિયોગ્ય-કિલ્બિષિકા ચએકશઃ૪-૪
સૂત્રાર્થ-એકે એક નિકાયમાં દશ પ્રકારની સામાજિક વ્યવસ્થાવાળા દેવો હોય છે. (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયશ્ચિંશ, (૪) પારિષદ્ય, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) આભિયોગ્ય, (૧૦) કિલ્બિષિક. ૪-૪.
ભાવાર્થ - ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવોમાં સામાજિક વ્યવસ્થા હોવાથી રાજાપ્રજાની જેમ નીચે મુજબ ૧૦ પ્રકારની વ્યવસ્થા વાળા દેવો હોય છે. સ્વામી-સેવક-નોકર-ચાકર ઇત્યાદિ સામાજિક વ્યવસ્થા મનુષ્યોની જેમ ત્યાં પણ છે. તે સામાજિક વ્યવસ્થાવાળા ૧૦ પ્રકારના દેવોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) ઈન્દ્ર-સર્વે દેવોનો જે રાજાદેવ, મહારાજા, જેની આજ્ઞા
બધા માને છે. (૨) સામાનિક - ઈન્દ્રની સમાન ઋદ્ધિ-સમૃદ્ધિ હોય. પરંતુ
'ઈન્દ્રની પદવી ન હોય. (૩) રાયસિાંશ-ઈન્દ્રને સલાહ આપનારા, મંત્રી સરખા.
ગુરુસ્થાનીય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org