________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮
૩-૧૭
नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્વે ૩-૧૭ નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમ-અન્તર્મુહૂર્તે ૩-૧૭
૩-૧૮
तिर्यग्योनीनां च તિર્યગ્યોનીનાં ચ ૩-૧૮ તિયગ્યોનીનાં ચ ૩-૧૮
સૂત્રાર્થ-મનુષ્ય તથા તિર્યંચોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે. ૧૭-૧૮.
Jain Education International
૮૯
ભાવાર્થ - મનુષ્ય અને તિર્યંચોનું વધુમાં વધુ આયુષ્ય ત્રણ પલ્યોપમ હોય છે અને ઓછામાં ઓછુ આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે. આ બન્ને સૂત્રોમાં સૂચના માત્ર સ્વરૂપે આયુષ્ય જણાવ્યું છે. તેને અનુસારે ક્ષેત્રવાર અને આરા પ્રમાણે આયુષ્ય સ્વયં શાસ્ત્રાન્તરોથી જાણી લેવું.
દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં હંમેશાં પહેલાઆરાજેવોકાળહોય છે. તેથી ૩ પલ્યોપમનું આયુષ્ય અને ત્રણ ગાઉનું શરીર હોય છે. હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં હંમેશાં બીજા આરા જેવો કાળ હોય છે. તેથી ૨ પલ્યોપમનું આયુષ્ય અને બે ગાઉનું શરીર હોય છે. હિમવંત અને હૈરણ્યવંતમાં હંમેશાં ત્રીજા આરા જેવો કાળ છે. તેથી ૧ પલ્યોપમનું આયુષ્ય અને એક ગાઉનું શરીર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથા આરા જેવો કાળ હોય છે. તેથી ૧ પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્યનું શરીર હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org