________________
૮૮
પત્ર
અધ્યાય : ૩-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભરતૈરાવતવિદેહા કર્મભૂમયોન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ
૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્ર દેવકુરુ-ઉત્તરકુરુભ્યઃ
૩-૧૬ સૂત્રાર્થ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર તથા દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રને છોડીને બાકીનો મહાવિદેહક્ષેત્રનો ભાગ કર્મભૂમિ છે. ૩-૧૬.
ભાવાર્થ-જંબૂદ્વીપના બરાબર મધ્યભાગમાં મહાવિદેહક્ષેત્ર છે. તે મહાવિદેહની બરાબર મધ્યમાં મેરુપર્વત છે. તે મેરુપર્વતની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્ર આવેલાં છે. તે દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્ર વિનાના બાકીના મહાવિદેહક્ષેત્રને તથા ભરત-ઐરાવત ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે. શેષક્ષેત્રોને અકર્મભૂમિ કહેવાય છે. - અસિ (છેદવાનાં સાધનો, મસિ (લખવાનાં સાધન), અને કૃષિ (ખેતીનાં સાધન), જ્યાં હોય તે કર્મભૂમિ અને આ ત્રણ જ્યાં ન હોય તે અકર્મભૂમિ જાણવી. કર્મભૂમિમાં ધર્મ કરવાનાં કાર્યો કરનારા અને વધુ કર્મ બાંધવાનાં કાર્યો કરનારા જીવો હોય છે. તેથી ત્યાંથી જ (કર્મભૂમિમાંથી જ) ત્રીજા આદિ દેવલોકમાં, મુક્તિમાં અને સાત નરકમાં જવાય છે. અકર્મભૂમિના જીવો ધર્મ કરનારા પણ નથી અને વધુ કર્મ બાંધનારા પણ નથી. માટે બે દેવલોક સુધી જ જાય છે. અને મરીને નિયમા દેવલોકમાં જ જાય છે. ૩-૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org