________________
-
-
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૩-સૂત્ર-૭-૮ ૮૧
આ પ્રમાણે અધોલોકવર્તી નારકજીવોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. હવે મધ્યલોકવર્તી મનુષ્ય-તિર્યંચોનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ મનુષ્યોનું વર્ણન સમજાવે છે. ૩-૬. जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः 3-७ द्विर्द्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः 3-८ જંબૂઢીપલવણાદયઃ શુભનામાનો દ્વીપસમુદ્રાઃ ૩-૭ કિર્દિર્વિષ્કન્માઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણી વલયાકૃતયઃ ૩-૮ જંબૂદ્વીપ-લવણાદયઃ શુભનામાનઃ દ્વીપસમુદ્રાઃ ૩-૭ દ્વિઃ દ્વિઃ વિષ્કસ્માઃ પૂર્વ-પૂર્વ-પરિક્ષેપિણઃ વલયાકૃતયઃ૩-૮
સૂત્રાર્થ-જંબૂઢીપ અને લવણસમુદ્ર વગેરે શુભ નામોવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તે બધા ડબલ ડબલ વિસ્તારવાળા છે. અને પૂર્વ પૂર્વના દ્વીપ-સમુદ્રને વીંટળાઈને રહેલા છે. અને વલયના જેવી (ચૂડી જેવી) ગોળ આકૃતિવાળા છે. ૩-૭-૮.
ભાવાર્થ-જંબૂદ્વીપ, લવણસમુદ્ર. ધાતકીખંડ. કાલોદધિ સમુદ્ર,
પુષ્કરવરદ્વીપ વગેરે નામવાળા જંબૂદ્વીપ
અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો છે. આ સંસારમાં વસ્તુઓનાં સારાં સારાં જેટલાં જેટલાં નામો છે. તે સર્વે નામવાળા આ દ્વીપ-સમુદ્રો છે.
ધાતકી
લવણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org