________________
-
-
-
-
- -
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૬
૭૯ ભાવાર્થ હંમેશાં બીજા જીવોને દુઃખ આપવામાં જ મસ્ત રહેનારા, સંલિષ્ટ પરિણામવાળા, કષાયના આવેશોથી જ ભરેલા એવા જે દેવો છે તે પરમાધામી (પરમ અધર્મી) દેવો કહેવાય છે. તેઓ નારકીના જીવોને સતત દુઃખ જ આપતા હોય છે. ઘાણીમાં પીલવા દ્વારા, આકાશમાં ઉછાળવા દ્વારા, ભાલા આદિ શસ્ત્રોથી વિંધવા દ્વારા, આગમાં શેકવા દ્વારા એમ અનેક રીતે આ દેવો નારકીને દુઃખ આપે છે. પરંતુ આ પરમાધામી દેવો પ્રથમની ત્રણ નારકીના જીવોને જ પીડા કરવા જાય છે. ત્યારબાદ ચોથીપાંચમી વગેરે નારકીઓનાં ક્ષત્રો અત્યન્ત દુર્ગધમય પદાર્થોથી ભરપૂર હોય છે. તેથી અત્યન્ત અસહ્ય વાતાવરણના કારણે દેવો ત્યાં જતા નથી. આ પરમાધામી દેવકૃત વેદના કહેવાય છે. આ પરમાધામી દેવકૃત વેદના પ્રથમની ત્રણ નરક સુધી જ છે. તેથી ચોથી આદિ નરકમાં ઓછુ દુઃખ છે. એમ ન સમજવું. પરંતુ ત્યાં પરસ્પરકૃતિ અને ક્ષેત્રકૃત વેદના અતિશય વધુ ભયંકર હોય છે. એમ સમજવું.
તથા સાતે નારકીમાં ક્ષેત્રકૃત વેદના ઘણી હોય છે. કાંટાવાળી ભૂમિની જેમ ત્યાંની ભૂમિ પણ દુઃખદાયી હોય છે. તથા શીતળતા-ઉષ્ણતા આદિ ભાવો પણ ક્ષેત્રનિમિત્તે વધુને વધુ દુઃખદાયી જ હોય છે. આ પ્રમાણે નારકીઓમાં કુલ ત્રણ પ્રકારની વેદના હોય છે. ૩-૫. तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानांपरा स्थितिः
૩-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org