________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૩
ભાવાર્થ- રત્નપ્રભા-શર્કરામભા વગેરે નામવાળી નીચેની આ સાતે નારકીઓમાં જે જીવો વસે છે તેને નરક કહેવાય છે. અતિશય પાપ કરનારા પાપી જીવો પાપફલ ભોગવવા માટે જ જાણે ત્યાં ગયા હોય તેમ તેઓને નરક કહેવાય છે. પાપનોપમોનાર્થ નિરીન્ યન્તીતિ કરા:, નર શબ્દના ઉપલક્ષણથી તિર્યંચો પણ સમજી લેવા. ૩-૨.
नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः 3-3 નિત્યાશુભતરલેશ્યાપરિણામદેહવેદનાવિક્રિયાઃ ૩-૩ નિત્ય-અશુભતર-લેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ ૩
સૂત્રાર્થ-આ નારકી જીવો હંમેશાં અશુભતર લેશ્યાપરિણામ-દેહ-વેદના અને વિક્રિયાવાળા હોય છે. ૩-૩.
ભાવાર્થ - સાતે નરકમાં રહેનારા નારકી જીવો હંમેશાં અશુભતર લેશ્યાવાળા છે. પહેલી-બીજી નારકીમાં કાપોતલેશ્યા, ત્રીજી નારકીમાં કાપીત અને નીલ વેશ્યા, ચોથી નારકીમાં નીલલેશ્યા, પાંચમી નારકીમાં નીલ અને કૃષ્ણલેશ્યા તથા છઠ્ઠી-સાતમી નારકીમાં કૃષ્ણલેશ્યા હોય છે. તથા વધારે વધારે અશુભ વિચારવાળા આ જીવો હોય છે. લોમાહારથી લેવાતા આહારાદિ પણ અધિક અધિક અશુભરૂપે પરિણામ પામે છે. શરીર પણ વધારે વધારે દુર્ગંધવાળુ અને વધારે અશુચિમય હોય છે. શારીરિક આદિ પીડાઓ પણ વધારે વધારે હોય છે. તથા શરીરની રચનાદિ પણ વધારે વધારે વિકૃત-બીભત્સ-જોવી પણ ન ગમે તેવી હોય છે. ૩-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org