________________
અધ્યાય : ૩-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર પત્થર આદિનું બનેલું આ પ્રથમ નારકીનું દળ અને ઘનોદધિ આ બન્ને પદાર્થો વજનદાર હોવાથી નીચે બેસી જવાના સ્વભાવવાળાં છે. પરંતુ તેની નીચે રહેલો ઘનવાત અને તનવાત ઉછળવાના સ્વભાવવાળો હોવાથી તથા લોકાનુભાવથી આ જગત સ્થિર છે. ઉપર રહેલું પૃથ્વીનું દળ અને ઘનોદધિ બેસી જવાના સ્વભાવવાળાં હોવા છતાં નીચેના વાયુના પ્રેસરથી બેસી જતાં નથી તથા નીચે રહેલો વાયુ ઉછળવાના સ્વભાવવાળો હોવાછતાં પૃથ્વી અને ઘનોદધિના પ્રેસરથી ઉપર આવી શકતો નથી, તેથી તથાજગસ્વભાવે અને મહાત્માઓના પુણ્યપ્રભાવે જગત્ આ રીતે સ્થિર છે.
આ સાતે નારકીઓ નીચે નીચે પહોળી પહોળી છે. પહેલી નારકી ૧ રાજ પહોળી, બીજી નારકી બે રાજ પહોળી, ત્રીજી નારકી ત્રણ રાજ પહોળી એમ સાતમી નારકી સાતરાજ પહોળી છે. અસંખ્યાતા યોજનાનો ૧ રાજ થાય છે. અને ચાર ગાઉનો ૧ યોજન થાય છે. પરંતુ આ પ્રમાણાંગુલના માપે માપ લેવાનું છે. અને પ્રમાણાંગુલ ઉત્સધાંગુલથી ૪૦૦ ગણું મોટું હોય છે. તેથી ઉત્સધાંગુલના માપવાળા ૧૬૦૦ ગાઉ અર્થાત્ ૩૨૦૦ માઇલનો ૧ યોજન અહીં ગણાય છે. ૩-૧.
તી, નરવેશ: ૭-૨ તાસુ નરકાઃ ૩-૨
તાસુ નરકાઃ ૩-૨ સૂત્રાર્થ- તે સાતે નારકમાં નરકના જીવો રહે છે. ૩-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org