________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૩-સૂત્ર-૧
૭૫
S
અધ્યાય ત્રીજો છે
रत्लशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो બનાવુવાતાશપ્રતિષ્ઠા: સપ્તાથોથઃ પૃથતા: ૩-૧ રત્નશર્કરાવાલુકા પંક ધૂમતમોમહાતમઃ પ્રભા ભૂમયો ઘનાબુવાતાકાશ પ્રતિષ્ઠાઃ સપ્તાધોધઃ પૃથુતરાઃ ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમ પ્રભાઃ ભૂમયઃ ઘન-અબુ-વાત-આકાશ-પ્રતિષ્ઠાઃ સપ્ત અધઃ અધઃ પૃથુતરાઃ
સૂત્રાર્થ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમપ્રભા એમ કુલ સાત નરકપૃથ્વીઓ છે. તે ઘનોદધિ, વાયુ અને આકાશના આધારે રહેલી છે. તથા નીચે નીચે વધારે વધારે પહોળી પહોળી છે. ૩-૧.
ભાવાર્થ-ચૌદ રાજલોક પ્રમાણ એવા આ લોકમાં નીચેના અધોલોકમાં કુલ સાત નારકપૃથ્વીઓ છે તેમાં પ્રથમ રત્નપ્રભા, બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકાપ્રભા, ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમપ્રભા, છઠ્ઠી ત:પ્રભા, અને સાતમી મહાતમ:પ્રભા એવા નામવાળી છે. આ એકેક નારકીની નીચે ઘનોદધિ (બરફની પાટ જેવું થીજું-જામેલું પાણી),ઘનવાત (ઘાટો બાદરવાયુ),તનવાત (પાતળો સૂક્ષ્મ વાયુ), અને આકાશ આવેલાં છે. નારકીના જીવોને રહેવા માટેનું માટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org