________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૨-સૂત્ર-૫૨
૭૩
તે તે ભવ શરૂ થાય છે. તેથી ભવમાં પ્રતિબંધ કરવા રૂપે પ્રાપ્ત થતું આયુષ્ય કેવું હોય છે? તે હવે સમજાવે છે. ૨-૫૦-૫૧. औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोनपवर्त्यायुषः ઔપપાતિકચરમદેહોત્તમપુરુષાસંખ્યયવર્ષાયુષોનપવર્ષાયુષઃ ઔપપાતિક-ચરમદેહ-ઉત્તમપુરુષ-અસંખ્યેયવર્ષાયુષઃ અનપવર્ષાયુષઃ
૨-૫૨
સૂત્રાર્થ- ઉપપાતજન્મવાળા, ચરમશરીરી, ઉત્તમપુરુષ, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. ૨-૫૨.
ભાવાર્થ-કોઈપણ ભવનું જીવન આયુષ્યકર્મના આધારે જ હોય છે. આયુષ્યકર્મ એ ભવના આધારભૂત સ્તંભસમાન છે. તે આયુષ્ય બે પ્રકારનું છે. અપવર્તનીય અને અનપવર્તનીય. બાંધેલું જે આયુષ્ય નિમિત્તોના કારણે ટુકું થાય. ઘટાડો થાય. દોરડાના વાળેલા ગુંચળાની જેમ ભેગું થઈ જાય અને સાથે ભોગવાઈ જાય તે અપવર્તનીય. અને બાંધેલા આયુષ્યમાં આવા કોઈપણ ફેરફારો ન થાય. જેવું બાંધ્યું હોય તેવું જ ભોગવાય તે અનપવર્તનીય કહેવાય છે. નીચેના જીવોનું આયુષ્ય નિયમા અનપવર્તનીય જ હોય છે.
(૧) ઉપપાત જન્મવાળા સર્વે દેવો અને સર્વે નારકીના જીવો. (૨) ચરમશરીરી. તે જ ભવે મોક્ષે જનારા. અન્તિમ શરીરવાળા. તદ્ભવ મોક્ષગામી જીવો.
(૩) ઉત્તમપુરુષ. એટલે ત્રેસઠ શલાકાપુરુષો. (૨૪ તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org