________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૨-સૂત્ર-૪૫-૪૬ ૬૯ વિકુર્વણાના કાળે) અથવા તૈજસ-કાશ્મણ દારિક અને આહારક (આહારક લબ્ધિવાળાને આહારકની વિદુર્વણાના કાળે), એમ એકી સાથે એક જીવને ૨-૩-૪ શરીરો હોય છે. પરંતુ એકી સાથે પાંચ શરીરો હોતાં નથી. કારણ કે વૈક્રિય શરીર તથા આહારક શરીરની રચના એક જીવમાં એક કાળે થતી નથી. ૨-૪૪.
निरुपभोगमन्त्यम् ૨-૪૫ નિરુપભોગમજ્યમ્ ૨-૪૫ નિરુપભોગ... અજ્યમ્ ૨-૪૫ गर्भसम्मूर्छनजमाद्यम् २-४६ ગર્ભસમૂછનજમાદ્યમ્ ૨-૪૬
ગર્ભસમૂઈનજ... આદ્યમ્ ૨-૪૬
સૂત્રાર્થ- અન્ય કાર્મણશરીર નિરુપભોગ હોય છે. પ્રથમ ઔદારિકશરીર ગર્ભજ અને સમૂછન જન્મવાળાને હોય છે. ૨-૪૫-૪૬.
ભાવાર્થ-ઔદારિક-વૈક્રિય અને આહારક શરીરોથી કવલાહાર દ્વારા અથવા લોમાકાર દ્વારા આહાર-પાણી લઈ શકાય છે. ગમનાગમન કરી શકાય છે. સુખ અને દુઃખનો ઉપભોગ કરી શકાય છે તેવો ઉપભોગ કાર્મણ શરીરથી કરી શકાતો નથી. તથા તૈજસ શરીરથી કોઈ બીજા મનુષ્ય ઉપર તેજલેશ્યા અને શીતલેશ્યા મુકી શકાય છે. અને ભોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org