________________
૬૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૪૧-૪૨-૪૩
अप्रतिघाते ૨-૪૧ અપ્રતિઘાતે ૨-૪૧ અપ્રતિઘાતે ર-૪૧
એનાસિક્વન્થ a ૨-૪૨ અનાદિસમ્બન્ધ ચ ૨-૪૨ અનાદિસમ્બન્ધ ચ ૨-૪૨
सर्वस्य
૨-૪૩ સર્વસ્ય
૨-૪૩ સર્વસ્ય
૨-૪૩ સૂત્રાર્થ-પાછળનાં બે શરીરો અનંતગુણા પ્રદેશોવાળાં, અપ્રતિઘાતી, અનાદિ-સંબંધવાળાં છે. અને સર્વ જીવોને હોય છે. ૨-૪૦-૪૧-૪૨-૪૩.
ભાવાર્થ-પરે શબ્દ નપુંસકલિંગ દ્વિવચન હોવાથી પરે એટલે પાછળનાં બે શરીરો તૈજસ અને કાર્પણ અનંતગુણા પ્રદેશવાળાં છે. એટલે આહારક શરીરના પ્રદેશો કરતાં તેજસના અને તેજસશરીર કરતાં કાર્મણ શરીરના પ્રદેશો અસંખ્યાતગુણા નથી. પરંતુ અનંતગુણા છે. તથા આ બન્ને શરીરો અપ્રતિઘાતી છે. ગમે તેવા પર્વત-નદી કે કઠણ પૃથ્વીમાંથી પસાર થવા છતાં આ બે શરીરોને કોઈ પણ જાતનો પ્રતિઘાત થતો નથી. (અથડામણ થતી નથી) તેમાંથી પસાર થઈ જાય છે. તથા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org