________________
૬૬ અધ્યાયઃ ૨-સૂત્ર-૩૯-૪૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર
પ્રવેશતોયTUાં પ્રાલ્ફ તૈનાત્ ૨-૩૯ પ્રદેશતોસંખ્ય ગુણ પ્રાળુ તૈજસાત્ ૨-૩૯ પ્રદેશતઃ અસંખ્ય ગુણ પ્રાફ તૈજસાત્ ૨-૩૯
સૂત્રાર્થ-પછી પછીનું શરીર સૂક્ષ્મ છે. અને પાંચ શરીરોમાં તૈજસની પૂર્વેનાં ત્રણ શરીરો પ્રદેશની અપેક્ષાએ અસંખ્યયગુણાં છે. ૨-૩૮, ૩૯.
ભાવાર્થ-દારિક શરીરની અપેક્ષાએ વૈક્રિય સૂક્ષ્મ છે. એ પ્રમાણે વૈક્રિયશરીર કરતાં આહારક, આહારક શરીર કરતાં તૈજસ, અને તૈજસ કરતાં કામણશરીર અત્યન્ત સૂક્ષ્મ છે. પ્રથમનાં ત્રણ શરીર ચક્ષુથી દશ્ય છે પાછળનાં બે અદેશ્ય છે. પછી પછીનાં શરીરોની અવગાહના સૂક્ષ્મ હોવા છતાં પણ તૈજસની પહેલાનાં એટલે કે આહારક સુધીનાં ત્રણ શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યગુણા પ્રદેશોવાળાં છે. ઔદારિક શરીર કરતાં વૈક્રિયશરીરના પ્રદેશો અને વૈક્રિયશરીર કરતાં આહારક શરીરના પ્રદેશો અસંખ્યગુણા છે. પ્રદેશો વધારે વધારે છે. અને અવગાહના ઓછી ઓછી છે. તેનું કારણ એ છે કે તે તે શરીરના પુદ્ગલોના પિંડો વધારે વધારે ઘનીભૂત થતા જાય છે. જેથી પ્રદેશો વધારે વધારે હોવા છતાં પણ અવગાહના અલ્પ અલ્પ થાય છે. આમાં સ્કંધોની ઘનીભૂતતા એ જ કારણ છે. ર-૩૮-૩૯.
મનન્તા પરે ૨-૪૦ અનન્તગુણે પરે ર-૪૦ અનન્તગુણે પરે ૨-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org