________________
૬૪
અધ્યાય : ૨-સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પદાર્થ સાથે હોય છે કે જેમાં વીંટળાઈને આ જીવ જન્મે છે તેને ગુજરાતીમાં ઓર અને શાસ્ત્રમાં જરાયુ કહેવાય છે. તે જરાયુમાં વીંટળાયેલો જન્મ જેનો છે તે જરાયુજ. ઈડા સ્વરૂપે જન્મ જેનો છે તે અંડજ. અને શુદ્ધ બચ્ચા સ્વરૂપે જન્મ જેનો છે તે પોતજ. આ ત્રણે પ્રકારના જન્મ ગર્ભજ કહેવાય છે. મનુષ્યો-ગાય-ભેંસ-બકરા આદિનો જન્મ જરાયુજ છે. ચકલી, મોર, પોપટ વગેરે પક્ષીઓનો જન્મ અંડજ છે. અને હાથીસસલા વગેરેનો જન્મ પોતજ છે. આ ત્રણે પ્રકારો ગર્ભ જન્મના છે. કારણ કે આ ત્રણે પ્રકારના જન્મમાં સ્ત્રીપુરુષના સંબંધની અવશ્ય અપેક્ષા હોય છે.
નારકી અને દેવોનો જન્મ ઉપપાત જ હોય છે. અને આ ઉપપાત જન્મ નારકી-દેવોનો જ હોય છે. ઉત્પત્તિના ક્ષેત્રે નિયત સ્થાન તેઓનું જ છે. ૨-૩૪-૩૫.
શેષા સમૂઈનમ્ ૨-૩૬ શેષાણાં સમૂઈનમ્ ર-૩૬
શેષાણાં સમૂઈનમ્ ૨-૩૬ સૂત્રાર્થ - બાકીના જીવોનો સમૂછન જન્મ હોય છે. ૨-૩૬.
ભાવાર્થ-ગર્ભજ અને ઉપપાત જન્મ જેનો નથી એવા બાકીના સર્વે જીવોનો સમૂર્ઝન જન્મ છે. તેથી એકેન્દ્રિય વિકસેન્દ્રિય. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોનો જન્મ સમૂઈન જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org