________________
૬૨ અધ્યાય : ર-સૂત્ર-૩૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર તેવા પ્રકારના વર્ણ-ગંધાદિ બદલાવા દ્વારા ઉત્પત્તિસ્થાન (યોનિસ્થાન) બનતાં જીવો ઉત્પન્ન થાય તે સમૂર્ણન. જેમ કે દીવાની ચારે બાજુ ઉત્પન્ન થતાં પતંગીયાં. (૨) જે જન્મમાં માતપિતાના સંસારિક સંબંધની અપેક્ષા અવશ્ય હોય જ છે. તેના દ્વારા જ (ધિર અને શુક્રના મિશ્રણથી) જીવનો જે જન્મ થાય તે ગર્ભજ જન્મ. જેમ કે મનુષ્ય-પશુ વગેરે. (૩) જેના જન્મમાં સાંસારિક સંબંધ કારણ નથી. તથા અનિયતપણે ગમે ત્યાં જે જન્મતા પણ નથી. પરંતુ પોતાના ક્ષેત્રમાં નિયત સ્થાને (ફૂલની શયામાં અને કુંભમાં) જે જન્મે છે. તે ઉપપાત જન્મ. આ જન્મ દેવ-નારકોને જ હોય છે. ર-૩૨
सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः २-33 સચિત્તશીતસંવૃતઃ સંતરા મિશ્રાદ્ઘકશસ્તોનયઃ ૨-૩૩ સચિત્ત-શીત-સંવૃતાઃ સેતરાઃ મિશ્રાઃ ચ એકશઃ તદ્યોનયઃ
સૂત્રાર્થ- સચિત્ત- શીત અને સંવૃત. આ ત્રણ તથા તેની પ્રતિપક્ષી ત્રણ, અને મિશ્ર ત્રણ એમ તે યોનિઓ એકેક ત્રણત્રણ પ્રકારની છે. કુલ નવ પ્રકારની છે. ૨-૩૩.
ભાવાર્થ-જીવોને ઉત્પન્ન થવાનું જે સ્થાન તે યોનિ કહેવાય છે. તે એકેક યોનિના ત્રણ-ત્રણ ભેદ હોય છે. સચિત્ત, શીત, સંવૃત. તેના પ્રતિપક્ષી ત્રણ અચિત્ત, ઉષ્ણ, વિવૃત. અને મિશ્ર પણ ત્રણ સચિત્તાચિત્ત. શીતોષ્ણ, સંવૃતવિવૃત. એમ ત્રણે યોનિઓ ત્રણ ત્રણ પ્રકારે છે. કુલ નવ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org